વાંકાનેરના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી ભોગ બનેલા યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં મકનસર ગામ ખાતે રહેતા હરજીભાઈ મુંઘવા (ઉ.વ. 45)એ આરોપી સનાભાઇ કરશનભાઇ ગમારા (રહે. રફાળેશ્વર), બુટાભાઇ નોઘાભાઇ ગમારા (રહે. રફાળેશ્વર) અને કાનાભાઇ ખરગિયા (રહે મચ્છોનગર, રફાળેશ્વર)ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ઉપરોક્ત આરોપીઓ સાથે ફરિયાદીને દુધનાં વેપાર બાબતે અગાઉ બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી,

ફરીયાદી પોતાની બોલેરો લઇ દુઘ આપવા જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ અલ્ટો કારમાં આવીને ફરીયાદીને બોલેરો કારમાંથી નીચે ઉતારી ત્રણેય શખ્સોએ લોંખડના પાઇપ વડે શરીરે માર મારતા ફરીયાદીને ડાબા પગે ફેક્ચર તથા શરીરે મુઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!