સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા….

મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાવાયા છે. તેમજ રૂ. 4.30 લાખની કિમતનો જથ્થો અટકાવી નોટિસ પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ચક્રવાત ન્યુઝ દ્વારા કપાસના નકલી બિયારણ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા જે બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા જંતુનાશક દવા બિયારણના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી તપાસ કરવામાં આવી છે, જેનાથી નકલી બિયારણ-દવા વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે…

હાલ ચોમાસાની શરૂઆત હોય વાવણીની સિઝન શરુ થઇ રહી છે ત્યારે ખેડૂતોને યોગ્ય અને નિયત કિંમતે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર મળી રહે તે હેતુથી સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અને ખેતી અધિકારી મોરબીની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૯/૦૬/૨૦૨૧ થી તા.૧૫/૦૬/૨૦૨૧ સુધી આકસ્મિક સ્કોર્ડની કામગીરી કરવામાં આવી હતી…

આકસ્મિક ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લાના 55 જેટલા વિક્રેતાઓની મુલાકાત લઈ બિયારણના 17, જંતુનાશક દવાના 5 તથા રાસાયણિક ખાતરના 2 શંકાસ્પદ નમૂનાઓ લઇ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે, જેમાં શંકાસ્પદ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે…

વધુમાં ચેકિંગ દરમિયાન બિયારણનો 0.50 લાખનો, રાસાયણિક ખાતરનો 1.29 તેમજ જંતુનાશક દવાનો2.51 લાખનો શંકાસ્પદ જથ્થો અટકાવીને આવા વેપારીઓને કારણદર્શક નોટીશ આપવામાં આવેલ છે. તેવું મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સીણોજીયાએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!