વાંકાનેર તાલુકાના તિથવા ગામ નજીકથી એક યુવાન પોતાનું બાઇક લઇને પસાર થતો હતો ત્યારે અન્ય બાઈક ચાલક સાથે યુવાનનો અકસ્માત સર્જાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું મોત થયું હતું. બનાવ અનુસંધાને મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની અકસ્માત નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે રહેતા શામજીભાઈ નરશિભાઈ દેત્રોજાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો ગોપાલભાઈ શામજીભાઈ દેત્રોજા (ઉ.વ. 30) પોતાના બાઇક નંબર GJ 3 DR 1727 લઈને તીથવા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને અન્ય બાઇક નંબર GJ 3 AF 0719 ના ચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગોપાલભાઈને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી યુવાન ગોપાલભાઈનું મોત થયું હતું….
આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક ગોપાલભાઈ પોતાનું કામ પૂરું કરી પરત ઘરે આવી ગયો હતો જો કે, ફરી કામ હોવાથી તેને પાછો કામ પર બોલાવવામાં આવતા યુવાન પોતાના ઘરેથી ફરી પાછો કામે જતો હોય ત્યારે આ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનનું મોત થયું હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly