બેઠકમાં ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા તાકીદ કરાઇ…
ડિસ્ટ્રિક્ટકો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને સાંસદશ્રી ડૉ.મહેન્દ્ર મુજપરા પ્રેરક ઉપસ્થિતિમાં વાંકાનેર તાલુકા સેવાસદન ખાતે બુધવારે યોજવામાં આવી હતી…
આ બેઠકમાં મોરબી જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ તાકીદ કરી હતી….
સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ન થાય તે જોવા તાકિદ કરી હતી તેમજ ચોમાસા પહેલા રસ્તાના કામ પૂર્ણ કરવા, તેમજ શાળાઓ મર્જ થતા બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ન પડે તે જોવા જણાવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ શ્રમિકોને રોજગારી આપતી યોજના મનરેગામાં સરકારશ્રી દ્વારા હવે 16 વિભાગો દ્વારા કામ કરતા હોય વધારે કામો વિવિધ વિભાગો સાથે રાખીને ગ્રામીણ કક્ષાએ થાય તે માટે આયોજન હાથ ધરવા પણ સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતુ….
સાસંદશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જરૂરિયાતમંદ દર્દીઓને અગ્રતાના ધોરણે માં-કાર્ડ કાઢી આપવા આરોગ્ય અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.ડી.જાડેજાએ બેઠકનું સંચાલક કરી સંબંધિત વિભાગના અધિકારીએ દરેક પ્રોજેક્ટ માં થયેલી કામગીરી મીટીંગના અધ્યક્ષ સમક્ષ રજૂ કરી હતી. તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સંકલીત યોજનાઓમાં મોરબી જિલ્લામાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી…
આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબરીયા, કલેકટરશ્રી જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, કાર્યપાલક ઈજનેરશ્રી(મા.મ.) બી.પી. જોષી, કાર્યપાલક ઈજનેરશ્રી (સિંચાઈ) ડી.વી. માલવણીયા, કાર્યપાલક ઈજનેરશ્રી (પી.જી.વી.સી.એલ.)બી.ડી. ઝાલાવડીયા, ખેતીવાડી અધિકારી ડૉ. વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી જે. એમ. કતીરા, કાર્યપાલક ઈજનેરશ્રી (પંચાયત) એ.એન.ચૌધરી, મોરબી નગરપાલિકા ચીફ ઓફીસર જી.આર. સરૈયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly