કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય માયનોરીટી સેલના પ્રમુખ ઈમરાન પ્રતાપગઢીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન પાઠવ્યા : હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા ફૈઝલ પટેલ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાથના કરાઇ…

રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત મદદનીશ અને રાજકીય ચાણક્ય એવા એહમદ પટેલનું થોડા સમય પહેલા કોરોનાની ગંભીર બીમારીના કારણે અવસાન થતાં કોંગ્રેસને મોટા ફટકો પડયો હતો જે બાદ તેમનો પુત્ર ફૈઝલ પટેલ પિતાનો વારસો સંભાળતા જાહેર જીવનમાં એક્ટિવ થયા હતાં જેમાં છેલ્લા થોડા દિવસોથી ફૈઝલ પટેલને ગંભીર બીમારીના કારણે દિલ્હીની નામાંકિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેથી ફૈઝલ પટેલના ખબર અંતર પૂછવા વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, દરિયાપુર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ખડીયા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દિલ્હી ખાતે પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોની મુલાકાત કરી ફૈઝલ પટેલ જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરી હતી…

આ સાથે જ ગુજરાતના ત્રણેય મુસ્લિમ ધારાસભ્યોએ તાજેતરમાં જ રાષ્ટ્રીય કોંગ્રેસના માયનોરિટી સેલનાં નવનિયુક્ત પ્રમુખ ઈમરાન પ્રતાપગઢીની પણ શુભેચ્છા મુલાકાત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!