વાંકાનેર શહેરના પુલ દરવાજા વિસ્તારમાંથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પુલ દરવાજા વિસ્તારમાં આવેલ મહાવીર પાઉંભાજી નજીકથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવને પગલે વાંકાનેર શહેર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…
બનાવ બાબતે પોલીસની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળતી વિગત મુજબ મૃતક આધેડનું નામ લાલજીભાઈ બુધાભાઈ ચૌહાણ (ઉ.વ. 52, રહે. પંચાસીયા તા. વાંકાનેર) હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવમાં આધેડના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે પરઃ હાલ આધેડનું મોત કુદરતી કારણોસર થયું હોવાનું જણાઈ રહ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly