સભાસદોને પોતાના રોકાણના શ્રેષ્ઠ રિટર્ન માટે ગેલેક્સી સ્પેશ્યલ બોન્ડ તથા રિકરીંગ ડિપોઝિટ સ્કીમ લોન્ચ કરાઇ…
વાંકાનેર શહેર ખાતે કાર્યરત મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રેડિટ સોસાયટી એવી શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી લી. દ્વારા પોતાના સભાસદોને રોકાણના સૌથી શ્રેષ્ઠ રિટર્ન માટે બે આકર્ષક સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં પ્રથમ ગેલેક્સી સ્પેશ્યલ બોન્ડ અને ગેલેક્સી રિકરીંગ ડિપોઝિટનો સમાવેશ થાય છે…
આ બંને સ્કીમમાં ગેલેક્સી ક્રેડિટ સોસાયટીના સભાસદો નાની રકમના રોકાણ સાથે લાંબા સમય બાદ સૌથી શ્રેષ્ઠ રિટર્ન મેળવી શકે છે. પ્રથમ ગેલેક્સી સ્પેશ્યલ બોન્ડમાં અગાઉ વર્ષ 2009 અને 2012માં ગેલેક્સી ક્રેડિટ સોસાયટી દ્વારા 1500 બોન્ડ બહાર પાડેલ, જેમાં રૂ. 10,000/- ના 11 વર્ષે રૂ. 41,000/- વળતર ચૂકવેલ, ત્યારબાદ સભાસદોની રજૂઆત અને માંગણીઓ અનુસંધાને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા વહેલાં તે પહેલાંના ધોરણે તા. 1-11-2023 થી 31-12-2023 ના સમયગાળા દરમ્યાન રૂ. 25,000/- ના બોન્ડનું 11 વર્ષે રૂ. 81,000/- વળતર તથા 13 વર્ષે રૂ. 1,00,000/- વળતર આપવામાં આવશે. આ સાથે આ બંને સ્કીમ વિશે વધુ માહિતી માટે સભાસદોએ ગેલેક્સી ક્રેડિટ સોસાયટીની વાંકાનેર મેઇન બ્રાંચ તેમજ ગુલશન પાર્ક, ઢુવા તથા મોરબી બ્રાંચનો સંપર્ક કરવાનો રહેશે….
બંને સ્કીમ વિશે વધુ માહિતી માટે નિચેની લિંક પર ક્લિક કરો…👇👇👇
https://fb.watch/omG3tTy3RD/?mibextid=Nif5oz