મૃતકોની સંખ્યા વધતા મોરબીની હોસ્પિટલો ટુંકી પડી, આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલે દોડતા દર્દીઓ…
મોરબીમાં વર્ષો બાદ પુનઃ મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં મચ્છુ હોનારતની બાદ આજે મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. જેમાં પુલ પર અંદાજે 450 કરતા વધુ લોકો હાજર હોય ત્યારે પુલ તુટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તંત્ર દ્વારા પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરતાં હાલ 50 કરતા વધુ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ…
રાજ્ય સરકાર દ્વારા ઇજાગ્રસ્તોની તાકીદે સારવાર થાય તે માટે મોરબીની આસપાસની હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો છે. બીજી તરફ દુર્ઘટના મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ ઊભા કરવાની તૈયારી કરાઈ છે. 10 જેટલા તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી આવવા માટે રવાના થઈ છે…
રાજ્ય સરકાર દ્રારા તટસ્થ તપાસ માટે સીટની રચના….
રાજ્ય સરકાર દ્વારા મોરબીની દુર્ઘટના બાબતે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીતિમાં 5 સભ્યોની ટિમ ઘટના અંગે તપાસ કરી બાદમાં સરકારને રિપોર્ટ સોંપશે. આ સમીતિમાં રાજકુમાર બેનીવાલ- મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ- ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, ડૉ. ગોપાલ ટાંક- એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, સંદીપ વસાવા -સચિવ માર્ગ અને મકાન, સુભાષ ત્રિવેદી -આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમને નિયુક્ત કરવામાં આવ્યા છે.
મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરી…
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું છે, તેઓના પરિવારોને પીએમ ફંડમાંથી રૂ. 2 લાખ તેમજ જે લોકોને ઇજા થઇ છે તેઓને રૂ. 50 હજારની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવે રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0