મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 જેટલા લોકો પુલ તુટવાથી નીચે ખાબકી પાણીમાં ડૂબ્યાં છે જે બાદ હાલ પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાંથી બચાવ કામગીરી માટે ટીમોને મોરબી દોડાવાઈ રહી છે તે વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દુર્ઘટના અનુસંધાને કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો છે.
LIVE અપડેટ્સ
– જેસીબી મશીનો વડે ઘટનાસ્થળે બચાવકાર્ય શરૂ કરાયું…
– બચાવ કામગીરી માટે મચ્છુ નદીનો પાળો તોડાયો…
– તંત્રએ 47 મૃતકોની યાદી જાહેર કરી…
– દુર્ઘટનાને પાંચ કલાક થયા પણ ઓરેવા કંપનીના સંચાલકોનું મૌન..
– 80 કરતા વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાનો અંદાજ…
– એરફોર્સ, નેવી, આર્મી, એનડીઆરએફ સહિતની બચાવ ટીમો મદદ માટે દોડી આવી…
- વીરપુરમાં સંત જલારામ બાપાની 223મી જયંતીની સાદાઈથી ઉજવણી થશે..
– મોરબી સિવિલ હોસ્પિટલમાં CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા..
– ઇન્ડિયન મેડિકલ આસોસીશનના બધા ડૉક્ટરોની ટીમ સિવિલ હોસ્પિટલમાં, નિઃશુલ્ક એક્સરે-સીટી સ્કેન કરવાની જાહેરાત…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0