થોડા દિવસ પુર્વે વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર ઝાકીરભાઈ બ્લોચ અને સાહેદો પર નવ શખ્સોએ અગાઉની બોલાચાલી બાબતે સમાધાન કરવાના બહાને બોલાવી હુમલો કરાયાના બનાવમાં ગઇકાલે નવે નવ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતાં જે તમામને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, સાથે જ તમામ આરોપીઓ એકાએક પોલીસ સમક્ષ હાજર થતાં, આ બનાવમાં તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે લોકમાંગ ઉઠી છે….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ પહેલા વાંકાનેર નગરપાલિકાના કાઉન્સિલર જાકીરભાઈ બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા સાથે નવા બસ સ્ટેન્ડ પાસે આરોપીઓ સાથે આગાઉ થયેલ બોલાચાલી બાબતે સમાધાન માટે ગયેલ હોય જેમાં આરોપી ૧). વિશાલભાઈ ગાંડુભાઈ ડાભી (ભરવાડ), ૨). કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૩). જયદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ૪). ગાંડુભાઈ રવજીભાઈ ડાભી, ૫). મનદીપભાઈ ગાંડુભાઈ ડાભી,

૬). ચંદુભાઈ નાજાભાઈ ભરવાડ, ૭). કાલુ પાણીપુરી વારો, ૮). રોકી અને ૯). કાલુનોભાઈ સોનુંએ લોખંડના પાઈપ અને લોખંડની કુંડલી વાળી લાકડી વડે હુમલો કરતા સાહેદ ગફારભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે સબિરભાઈ અને જાકીરભાઈને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી…

આ બનાવમાં ફરિયાદી જાકીરભાઈ બ્લોચની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે નવ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૦૩, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો જેમાં ગઇકાલના રોજ આ તમામ નવ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેથી આ બનાવમાં હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!