આવારા તત્વો બેફામ : રાત્રીના દુકાન બંધ કરી ઘરે જતી વખતે રસ્તામાં સીન સપાટા કરી ગાળો આપી બાદ પાછળ પીછો કરી ઘરે પહોંચી માર માર્યો, રાત્રે પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા…

વાંકાનેર શહેરમાં દિનપ્રતિદિન નાગરિકોની અસુરક્ષિતતા વધી રહી છે જેમાં અવાર-નવાર જાહેરમાં સામાન્ય નાગરિકથી માંડી સામાજિક/રાજકીય અગ્રણીઓ પર જાહેરમાં હુમલાના બનાવો સામે આવી રહ્યા છે જેમાં ખુદ પોલીસ તંત્ર પણ બાકાત રહ્યું નથી, આ બધા વચ્ચે હજુ નગરપાલિકાના કાઉન્સિલર પર હુમલાના બનાવની શાહી સુકાઇ નથી ત્યાં ગઇકાલે રાત્રીના સમયે વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ ઈસ્માઈલભાઈ માથકીયા પર ત્રણ જેટલા અસામાજિક તત્વોએ જાહેરમાં હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ખાતે આવેલ ગુજરાત અકસા ફર્ટીલાઈઝર કંપનીના ઓનર એવા ઉદ્યોગપતિ ઇસ્માઇલભાઇ માથકિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ જ્યારે ગત રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ પોતાની જકાતનાકા પાસે આવેલ ઓફીસ બંધ કરી ઘરે જતાં હોય ત્યારે જીનપરા જકાતનાકા તરફથી પુર ઝડપે આવેલ એક સફેદ કલરની કાર નં. GJ 36 R 7848 ના ચાલકે કાવો મારી ઉભો રહી ગયેલ અને તેમા બેઠેલા ત્રણ શખ્સોએ મારી સાથે બોલાચાલી કરેલ,

જે બાદ ફરિયાદ ત્યાંથી નિકળી જતા ઉપરોક્ત કાર ચાલકે તેમનો ઘર સુધી પીછો કરી નીચે પાર્કિંગમાં ફરિયાદીને રોકી ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ફરિયાદીએ રાડારાડ કરતાં માણસો ભેગા થઇ જતાં ત્રણેય આરોપીઓ પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયા હતા…

બનાવની ઉપરોક્ત ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ગાડી નં. GJ 36 R 7848 ના ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે અવાર-નવાર વાંકાનેર વિસ્તારમાં નાગરિકો પર બનતા જાહેર હુમલાના બનાવોથી જાણે અસામાજિક તત્વોને પોલીસનો ડર જ રહ્યો ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે જેથી બાબતે નિદ્રાધીન પોલીસ તંત્ર જાગૃત બની નાગરિકોને સુરક્ષા પુરી પાડે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

 

error: Content is protected !!