વાંકાનેર-જેતપરડા વચ્ચે બનતા નવા રોડની ગુણવત્તા અને જાડાઈ વધારવાની સફળ રજુઆત કરતા ગામના ઉપસરપંચ…..

0

ગામના ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલાની મહેનત અને સફળ રજુઆત બાદ હાલ વાંકાનેર-જેતપરડા વચ્ચે બનતા નવો રોડ ડબલ મજબૂત બનશે….

વાંકાનેર શહેરથી જેતપરડા ગામને જોડતા રોડનું તાજેતરમાં જ નવિનીકરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં આ વિસ્તારમાં ઔધોગિક એકમો આવેલ હોય જેમાં મોટા વાહનો ચાલવા થી રોડને નુકસાન ન થાય માટે રોડની ટકાઉ શક્તિ વધારવા રોડની ગુણવત્તા અને જાડાઈ વધારવી અનિવાર્ય હોવાથી આ બાબતે જેતપરડા ગામના ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલાએ માર્ગ અને મકાન વિભાગ-મોરબીના કાર્યપાલક ઇજનેરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી જે સફળ બનતા હવે આ રોડની જાડાઈ ૩ ઇંચથી વધારવામાં આવતા રોડની મજબૂતાઈ વધી જશે…..

બાબતે ગામના ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ ઝાલાએ રોડની ગુણવત્તા વધારવા અને ૩ ઈંચ જાડાઈ જે અગાઉ મંજુર થયેલ તેમા સુધારો કરી આ રોડ ૩ ઈંચ કરતાં વધુ જાડો અને મજબૂત બને તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં તેમની રજૂઆત સફળ થતા હવે આ વાંકાનેર-જેતપરડા રોડ વધુ મજબૂત અને જાડાઈ સાથે બનશે જેની કામગીરી પણ હાલથી જ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS