આ કેસ ની હકીકત એવી છે કે વિપુલભાઈ મધાભાઈ મકવાણા વઘાસીયા ટોલનાકા પાસે રહેતા અજીતકુમાર બીજુબી સાથે પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતા હોય, જેમાં વિપુલભાઈ મધાભાઈ મકવાણાને તેની લેણી રકમ ચુકવવા માટે અજીતકુમાર બીજુબીએ ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા અજીતકુમાર બીજુબીની વિરુદ્ધ રૂ. ૩,૦૮,૦૦૦/- ના ચેક રીટર્નનો કેસ ફરિયાદી વિપુલભાઈ મઘાભાઈ મકવાણાએ દાખલ કરેલ હોય,

જેમાં આ કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદી કોર્ટમાં પોતાનું લેણું સાબિત કરી શકેલ નહિ અને આ કામના આરોપીએ ફરિયાદી પાસે રહેલ ચેકનો દુરુપયોગ કરેલ હોય, જેથી આ કામના આરોપીના વકીલશ્રી ફારૂક એસ. ખોરજીયાએ નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરી કરેલ દલીલોને માન્ય રાખી અને આ કામના આરોપી અજીતકુમાર બીજુબીને નામદાર કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામના આરોપી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા અને નાસીર એમ.જામ રોકાયેલ હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!