ગામ નજીક આવેલ ખેડૂતોના વાડામાં બપોરના સમયે લાગેલી ભીષણ આગ ચાર કલાકની જહેમત બાદ કાબૂમાં આવી, મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો દોડી….

વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક આવેલ ખેડૂતોના વાડાઓમાં આજે બપોરના સમયે અચાનક કોઈ કારણસર આગ લાગી હતી, જેમાં જોત-જોતામાં આગ વિકરાળ બનતા ગામ લોકો આગ બુઝાવવા માટે દોડી ગયા હતા અને આગ કાબુમાં ન આવતા મોરબીથી ફાયરબ્રિગેડની ટીમને બોલાવાઈ હતી, જેમાં ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો, આ આગના કારણે ખેડૂતોને અંદાજીત પાંચ લાખ કરતા વધુની નુકસાની થઈ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે…..

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પલાસડી ગામ નજીક આવેલ ખેડૂતોના વાડાઓમાં આજે બપોરના એક વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણસર આગ લાગી હતી જેમાં ખેડૂત ગઢવારા અલીભાઈ સાવદીભાઈ, કડીવાર મંજુરભાઈ રહીમભાઈ, કડીવાર ઝાકીરભાઈ મામદભાઈ, વકાલીયા ઉસ્માનભાઈ મીમનજીભાઈ, વકાલીયા આહમદભાઈ મીમનજીભાઈ, વકાલીયા મામદભાઈ અને સીપાઈ અબ્દુલભાઈ સહિતના ખેડૂતોનો ઘાસચારો, કડબ, લાકડા, છાપરા, ભેંસ સહિત આગમાં બળી જતાં અંદાજીત પાંચ લાખ કરતાં વધુની નુકસાની થઈ હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે…

બાબતે આગ લાગતાં જ ગામલોકો તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા પરંતુ જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મોરબીથી ફાયરબ્રિગેડની ટીમને બોલાવાઈ હતી જેમાં ત્રણથી ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ પર કાબુ મેળવવા માટે ગામના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો સહિતના નાગરિકોએ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!