વાંકાનેર તાલુકાના મેસરિયા બોર્ડ નજીક નવા બનતા કારખાનામાં એક યુવાને કામ રાખેલ હોય જે સારું નહિ લાગતા ત્રણ શખ્સોને મળીને બાઈક અને કારમાં આવી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રંગપર ગામ ખાતે રહેતા ભરતભાઈ રાણાભાઇ મકવાણા (ઉ.વ.૩૨)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓએ વાંકાનેર નજીક નવા બનતા કારખાનામાં કામ રાખેલ હોય જેથી આ બાબતે આરોપી ગેલાભાઈ મોતીભાઈ આલને સારું નહિ લાગતા બાબતનો રોષ રાખીને આરોપી ગેલાભાઈ મોતીભાઈ આલ મોટર સાઈકલ પર હાથમાં કુહાડી લઈને આવી તથા આરોપી મુન્નાભાઈ હામાભાઈ હણ અને એક અજાણ્યો ઈસમ એક સિલ્વર કલરની સ્વીફટ કારમાં આવી ફરિયાદી ભરતભાઈ મકવાણાને રસ્તામાં ઉભો રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq