વાંકાનેર શહેરના વીસીપરા મિલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પાસે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી 22 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વીસીપરા મિલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પાસે રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવીના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ઘરમાંથી 22 બોટલ દારૂ (કિંમત રૂ. 8250) ઝડપી પાડી આરોપી લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવી (ઉંમર ૨૩) હાજર ન મળતા તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!