શ્રી એમ. એચ. જે. એસ. એસ. મ્યુનિસપલ ગર્લ્સ હાઈ સ્કુલ વાંકાનેર ખાતે આજરોજ ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે શાળા સંકુલમાં નવનિર્મિત ICT લેબ અને સ્ટેમ ક્લબનું પણ આ તકે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું….
આ ઉજવણી અને ઉદઘાટન પ્રસંગે મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી શાહબુદ્દીનભાઈ બાદી, નગરપાલિકાના અધ્યક્ષ જયશ્રીબેન, ઉપાધ્યક્ષ – કર્મચારીઓ, આચાર્ય ગીતાબહેન ચાવડા, તમામ શિક્ષક – શિક્ષિકા મિત્રો, કોહેશન સંસ્થાના કોર્ડીનેટર શ્રી હરેશભાઈ અને શ્રી શૈલેષભાઈ, ફેસિલિટેટર ભક્તિબેન અને શ્રુતિબેન સૌની સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે આચાર્ય ગીતાબહેનએ પ્રોજેકટ અંતર્ગત થયેલ કાર્ય વિશે ખૂબ સરસ વાત કરી હતી તેમજ શિક્ષણઅધિકારી શાહબુદ્દીનભાઈએ શાળા લેવલે થયેલ સ્ટેમ પ્રોજેકટમાં ફેલિટેટરનું કાર્ય અને વિદ્યાર્થી પ્રવૃતિઓ જોઈ ઘણા ખુશ થયા હતા. નગરપાલિકા અધ્યક્ષશ્રીએ લેબ અને શાળાનાં ટીમના કામને બિરદાવ્યા હતા અને કોર્ડીનેટર શ્રી શૈલેષભાઈ એ પ્રોજેક્ટ્સ શા માટે છે ? શેના પર કાર્ય કરે છે ? લેબ આ જ શાળામાં આપવાનું પસંદ શા માટે ? સહિતના મુદ્દે મંતવ્ય રજૂ કર્યા હતા..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq