ઉમેદવારોએ 31 જાન્યુઆરી સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે અરજી મોકલવાની રહેશે…

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં વર્ષ-૨૦૨૧/૨૨ ના શૈક્ષણિક વર્ષ માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ પૈકી સંચાલક તરીકે 5, રસોયા તરીકે 14 અને મદદનીશ તરીકે 26 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂંક કરવાની થાય છે. સરકાર દ્વારા નિયત કરેલ માસીક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે યોગ્ય લાયકાત અને મર્યાદા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ અંગેના અરજી ફોર્મ મામલતદાર કચેરી વાંકાનેર ખાતેથી મેળવી નિયત નમૂનામાં સંપૂર્ણ વિગતો સાથે ૩૧ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવાના રહેશે…

વાંકાનેર તાલુકાના પંચાસીયા પ્રા.શાળા, ભોજપરા પ્રા.શાળા, જુના રાજાવડલા પ્રા.શાળા, જુના ઢુવા પ્રા.શાળા, દિધલીયા પ્રા.શાળા, કાશીપર પ્રા.શાળા, નવા લુણસરીયા પ્રા.શાળા, સમઢીયાળા પ્રા.શાળા, ગારીયા પ્રા.શાળા, ખાનપર પ્રા.શાળા, લુણસર પ્રા.શાળા, પાંચદ્રારકા પ્રા.શાળા, વાંકીયા-૩ પ્રા.શાળા, જુના કણકોટ પ્રા.શાળા, અગાભી પીપડીયા પ્રા.શાળા, પ્રતાપગઢ પ્રા.શાળા, વીડી ભોજપરા પ્રા.શાળા, જંકશન શાળા, પરવેઝનગર તીથવા પ્રા.શાળા,

રાજાવડલા કન્યા શાળા, નવા મહિકા પ્રા.શાળા, નવા વઘાસીયા પ્રા.શાળા,લીંબાધાર પ્રા.શાળા (સીંધાવદર), ગોકુલધામ જાલીડા, હળદરધાર ઓળ, કાબરાનેશ મહિકા, કાસમપરા સીંધાવદર, ગોળધાર ચિત્રાખડા, સમથેરવા સીમ શાળા, નવા કોઠારીયા ખાતે સંચાલક, રસોયા, અને મદદનીશની નિયત કરેલ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ વિગતો વાંકાનેર મામલતદાર દ્વારા કરાયેલ ભરતી અંગેની જાહેરાત નિયમોને આધિન કરવામાં આવશે…

અરજકર્તા ઉમેદવારોની ઉંમર 20 થી ઓછી અને મહતમ 60 વર્ષથી વધુ ન હોવી જોઇએ. ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઈએ અને પ્રથમ પ્રયત્ન કરવા છતા એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ અને વધુ જાણકારી માટે મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવાયું છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq

error: Content is protected !!