વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી જવા નિકળેલ યુવાનનું પ્રાણપંખેરુ રસ્તામાં જ ઉડી ગયું !
છેલ્લા ઘણા સમયથી યુવાધનમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે અને અવાર નવાર સામાન્ય કામકાજ કે રોજબરોજની જીંદગીમાં યુવાનનું હાર્ટએટેકથી મોત થયાના સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે આવો જ બનાવ વાંકાનેરના એક યુવાન સાથે બન્યો હતો, જેમાં પેડક વિસ્તારમાં રહેતો એક યુવાન વાંકાનેરથી ઇકો કારમાં મોરબી જતો હોય ત્યારે રસ્તામાં જ યુવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા (ઉ.વ. 30) નામનો યુવાન ગઈકાલે વાંકાનેર શહેરથી ઇકો કારમાં બેસી મોરબી તરફ જઇ રહ્યો હોય, ત્યારે રસ્તામાં વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જેથી આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU