મોરબી શહેર ખાતે આવેલ ઝૂલતો પુલ અચાનક તુટી પડતાં તેમાં 135 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થતાં હતાં, આ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, જે બાદ તપાસમાં મોરબી નગરપાલિકાની બેદરકારી સામે આવતા નગરપાલિકાને સુપરસીડ કરવાની ક્વાયત ચાલી રહી હતી, દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા દુર્ઘટનાના ૧૬૩માં દિવસે મોરબી નગરપાલિકા સુપરસીડ જાહેર કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ગત તા. ૩૦/૧૦/૨૨ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેથી આ ઘટના પાછળ મોરબી નગરપાલિકાને જવાબદાર ગણી નગરપાલિકાને સુપરસીડ કરવાની વાતો ચાલી રહી હોય, દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા મોડી સાંજે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવશે કે કેમ ? તેને લઈને નિર્ણય કરવા માટે પાલિકામાં તાત્કાલિક બોર્ડ બોલવીને પાલિકાનો ફાઇનલ જવાબ લેવામાં આવ્યો હતો,

ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા બેજવાબદાર નગરપાલિકા તંત્ર સામે આકરું પગલું ભરી મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી છે, જેના માટેનો જરૂરી ઓર્ડર રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરી દેવામાં આવ્યો છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!