વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસે પસાર થતા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની એક બાઇક ચાલકને રસ્તામાં ટ્રેઇલર ટ્રકના ચાલકે સાઈડમાં વળતી વેળાએ હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની અને ઢુવા નજીક કારખાનામાં કોન્ટ્રાકટ રાખતા ઉપેન્દ્રભાઈ ચકુભાઈ સોલંકી(ઉ.વ. ૪૩) દરરોજની માફક પોતનું કામ પતાવી ઢુવાથી મોડી રાત્રે પોતાનું બાઇક લઇને ઘરે પરત આવી રહ્યા હોય ત્યારે રસ્તામાં ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસે પસાર થતા એક ટ્રેઇલર ટ્રક નં. GJ 12 BW 3332 ના ચાલકે અચાનક સાઈડમાં ટર્ન લઈ અને ઉપેન્દ્રભાઈના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોચતા ઉપેન્દ્રભાઈનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતકના પુત્રએ ટ્રેઇલર ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!