આગામી રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિર યોજાશે…

0

વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે આગામી રવિવારના રોજ ગાયત્રી પરિવાર દ્વારા યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 45 વર્ષના યુવક-યુવતીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે, જેમાં યુવાનોમાં રહેલી શક્તિઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે…

આગામી તા. 25/12/22, રવિવારના રોજ સવારે 9:30 થી 4 વાગ્યા સુધી ગાયત્રી પરિવાર વાંકાનેર દ્રારા એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિર ડિસેમ્બર 2022નું ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવાનો અને યુવતીઓમાં છુપાયેલી શક્તિને જાગૃત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અને સંસ્કારી અને વ્યસન મુક્ત યુવાનોથી સુશોભિત સમાજ નિર્માણ કરવાના પ્રયાસો આ શિબિરમાં કરવામાં આવશે.

આ શિબિરમાં 15 થી 45 વર્ષ સુધી ના દરેક યુવાન યુવતીઓ કોઈ પણ ચાર્જ વગર નિઃશુલ્ક ભાગ લઈ શકશે. જેના માટે તા.23/12/2022ને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ રજીસ્ટ્રેશન માટે ગાયત્રી પરિવારના સભ્યો રાહુલ જોબનપુત્રા મો. 9265066096, રસિકભાઈ પંડ્યા મો. 987901948, ઇલાબેન સચાણીયા મો. 7990643667 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1