વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીક શંકાસ્પદ હાલતમાં ત્રણ થેલા સાથે ઉભેલા એક શખ્સની તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 31 બોટલ મળી આવી હતી જેથી પોલીસે કુલ રૂ. 44,665ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં અન્ય એક શખ્સનું નામ પણ સામે આવતાં પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ હોટલ સામે એક શખ્સ ત્રણ કાળા કલરના થેલા સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા તાત્કાલિક પોલીસે શખ્સ પાસે પહોંચી તેની તલાશી લેતા આરોપી પાસે રહેલ થેલામાંથી અલગ અલગ બ્રાંડની 31 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે આરોપી મહિપાલસિંહ તેજસિંગ ઝાલા(ઉ.વ. 20, રહે. રાજસ્થાન) ની રૂ. 41,165 ની કિંમતના વિદેશી દારૂ, એક મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 44,665 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં ઝડપાયેલા આરોપી પાસેથી અન્ય એક શખ્સ કમલેશભાઈનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1