વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ યુવા મહોત્સવમાં ઝળકી….

0

વાંકાનેર શહેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ યુવા મહોત્સવ-૨૦૨૨ અંતર્ગત યોજાયેલ ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી લોક નૃત્ય અને ગઝલ-શાયરી સ્પર્ધામાં નંબર મેળવ શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું હતું…

શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનો યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી યુવા મહોત્સવ 2022માં મધ્ય ઝોન કક્ષાએ વડોદરા ખાતે યોજાયેલ લોક નૃત્ય સ્પર્ધામાં ત્રીજો નંબર અને ગઝલ-શાયરી વિભાગમાં ખાન સાનિયા અહમદભાઈએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીનીઓએ સ્પર્ધા માટે કરેલી સખત મહેનત અને માર્ગદર્શક આચાર્ય બહેનોએ કરેલા અથાક પરિશ્રમ અને તેમને મેળવેલ સિદ્ધી બદલ શાળા પરિવાર, ટ્રસ્ટીગણ, પ્રધાન આચાર્ય દર્શનાબેન તથા સંસ્થાના પ્રમુખ શ્રી લલિતભાઈ મહેતા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4