રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હોય જેથી ખેડૂતો માટે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેમાં યાર્ડ ખાતે પોતાની ખેત જણસો વેચવા માટે આવતા ખેડૂતોએ જણસોને તાલપત્રી ઢાંકીને લાવવા સહિતની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે…
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, કમોસમી વરસાદ (માવઠા)ની શક્યતા હોવાથી વેપારી ભાઈઓએ યાર્ડમાં જે ખુલ્લામાં માલ પડેલ છે, તેને પોતાના ગોડાઉનમાં રાખવાની વ્યવસ્થા કરી લેવાની રહેશે. ઉપરાંત ખેડૂત ભાઈઓએ પોતાની જણસો તાલપત્રી ઢાંકીને લાવવી જેની જાણ દલાલ ભાઈઓએ પણ પોતાના ખેડૂતોને કરવા જણાવવામાં આવ્યું છે. બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત ભાઈઓ, દલાલો અને વેપારીઓને તકેદારી રાખવા સુચના આપી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4