વાંકાનેર વિસ્તારના શૈક્ષણિક પ્રશ્નોને યોગ્ય વાચા આપવા જ્યોતિ વિદ્યાલયના ઓનર મેહુલ શાહ દ્રારા વિશેષ સેમિનારનું આયોજન…
વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારના રોજ વાંકાનેર વિસ્તારના વિવિધ શૈક્ષણિક પ્રશ્નોને વાચા આપવા તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નો બાબતે ચર્ચા કરવા માટે જાણીતા મોટીવેશનલ સ્પિકર સંજય રાવલના સેમિનારનું આયોજન મેહુલ શાહ(જ્યોતિ વિદ્યાલય) દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પધારવા વાંકાનેર વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે…
વાંકાનેરની જ્યોતિ વિદ્યાલય અને ડૉ. વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર ન્યુ દિલ્હીના ડાયરેકટર મેહુલ શાહ દ્રારા ગુજરાતના જાણીતા મોટીવેશનલ સ્પિકર સંજય રાવલના વાંકાનેર શહેર ખાતે શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે સંજય રાવલ દ્વારા અત્યાર સુધીમાં 2000થી વધુ સ્કૂલ-કોલેજોમાં સેમિનાર દ્વારા વીસ લાખ કરતાં વધુ લોકોને માર્ગદર્શન પુરૂ પાડ્યું છે, જેનો લાભ હવે વાંકાનેરની શિક્ષણ પ્રેમી જનતાને મળે તે માટે આગામી તા.18/12/2022, રવિવારના રોજ વાંકાનેર શહેરની પટેલ વાડી ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે….
આ સેમિનારમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે પરંતુ તેના માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવાના રહેશે જેના માટેના એન્ટ્રી પાસનું વિતરણ આવતીકાલે તા. 14/12/2022 ને બુધવારના રોજ સવારે 9:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી જ્યોતિ વિદ્યાલય અને કિડઝલેન્ડ સ્કૂલ ખાતેથી કરવામાં આવશે….
સેમિનાર તારીખ : 18/12/2022, રવિવારે
સમય : સાંજે ૬ કલાકે…
સ્થળ:- ‘પટેલ વાડી’, સ્ટેશન રોડ, વાંકાનેર
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4