વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે ગઈકાલે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં નંબર પ્લેટ વગરના આઈવા વાહનનાં ચાલકે એક બાઈક સવાર યુવાનને હડફેટે લેતા યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવમાં પોલીસે નંબર પ્લેટ વગરના આઈવા વાહન ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ભાવેશભાઈ બોસિયા નામનો યુવાન ગઈકાલે સાંજના આઠ વાગ્યાની આસપાસ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યો હોય ત્યારે અચાનક ત્યાંથી પસાર થતા એક નંબર પ્લેટ વગરના આઈવા વાહનનાં ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતના બનાવમાં ભાવેશભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો જેથી આ બનાવમાં મૃતક યુવાનના મોટાભાઈ હસમુખભાઈ બોસિયાએ આઇવા ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4

error: Content is protected !!