વાંકાનેર તાલુકાના પંચસિયા ગામ નજીક આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં થોડા દિવસો અગાઉ મીલમાં કામ કરતી એક મહિલાને લોડર મશીનના ચાલકે હડફેટે લેતાં મહિલાનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક મહિલાના પતિએ લોડર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા નામની પેપર મીલમાં ગત તા.૧૫/૧૧/૨૦૨૨ ના સવારના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં ફરિયાદી કરણસીંહ રસીયા પટેલ(રહે. મુળ રાજસ્થાન) નામના શ્રમિકની પત્ની સાગરદેવી કરણસીંહ પટેલ (ઉ.વ. ૨૬) કારખાનામાં કામ કરતી હોય ત્યારે લોડર મશીન GJ 36 S 2819 ના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક મહિલાની તેના વતનમાં અંતિમવિધિ બાદ તેના પતિએ હાલ વાંકાનેર તાલુકા પોલીસમાં લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4