વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં પ્રથમ સંઘની એક બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવાર બાદી અલીભાઈ મામદભાઈનો વિજય થયો છે…
સંઘની એક બેઠક માટે કુલ 25 મતદારોમાંથી 24 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં અલીભાઈ બાદીને 18 મતો જ્યારે સામાપક્ષે કાંકરેચા કાળુભાઈ મેરૂભાઈ 5 મત અને એક મત અમાન્ય થતા પીરઝાદા પેનલના ઉમેદવારનો વિજય થયો હતો…