વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં વેપારી વિભાગની ચાર બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ચારે ચાર ઉમેદવારોનો વિજય થયો છે…
વેપારી વિભાગની ચાર બેઠક માટે કુલ 203 મતદારોમાંથી 195 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ૧). ચૌધરી મોહયુદીન હુશેનભાઇને 171 મત, ૨). પરાસરા મોહંમદરફીક ઉસ્માનભાઇ-176 મત, ૩). બાદી મો.નીસાર ઇસ્માઇલભાઇને 178 મત, અને ૪). મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ-165 મત મળતા ચારે ચાર ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.. સાથે જ સામાપક્ષે ભાજપના એકમાત્ર ઉમેદવાર ઝાલા શક્તિસિંહ દેવેન્દ્રસિંહને 53 મત મળ્યા હતા…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના મતદાન વિશે પળેપળની માહિતી અને અપડેટ માટે અમારી સાથે જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ….👇🏻👇🏻👇🏻