વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતગણતરી યોજાઇ રહી છે જેમાં 9 વાગ્યાથી શરૂ થયેલ મતગણતરીમાં હાલ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે જેમાં હાલ કુલ 31 રાઉન્ડમાંથી 10 રાઉન્ડની ગણતરીને અંતે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારો પાતળી સરસાઇથી આગળ રહ્યા છે..…
ખેડૂત વિભાગની 10 બેઠકો માટે હાલ દસ રાઉન્ડની ગણતરીમાં કુલ 654 મતોમાંથી 200 જેટલા મતોની ગણતરી કરવામાં આવી છે જેમાં ભાજપ પ્રેરિત પેનલ હાલ 5 થી 10 જેટલા મતોની સરસાઇથી આગળ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડમાં કુલ 31 રાઉન્ડની ગણતરી બાદ જ ખરેખર વિજેતાની ખબર પડશે, કારણે કે હજુ 450 જેટલા મતોની ગણતરી ચાલી રહી છે…