વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં વેપારી વિભાગની કુલ ચાર બેઠક પર 203 માંથી 195 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 96.05 ટકા મતદાન નોંધાયું હતું. આવી જ રીતે ખરીદ-વેચાણ સંઘની એક બેઠકમાં 25 મતદારોમાથી 24 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 96% મતદાન થયું હતું….
અંત્યંત મહત્વપૂર્ણ એવી ખેડૂત વિભાગની કુલ 10 બેઠક પર નોંધાયેલ 664 મતદારોમાંથી કુલ 654 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરતા ખેડૂત વિભાગમાં 98.49 % મતદાન નોંધાયું હતું જેમાં કુલ 13 મતો હાઈકોર્ટેના હુકમ મુજબ અલગ રાખવામાં આવ્યા છે જેમાં નામદાર કોર્ટના અંતિમ નિર્ણય બાદ તેને ગણતરીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે….
સાથે આજે નોંધાયેલ કુલ 892 મતદારોમાંથી 873 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 97.86 % સરેરાશ મતદાન નોંધાયું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I