વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે, જેમાં શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દર વખતની માફક આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી જેમાં હાલની શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારમાં તાલુકા પંચાયત બાદ અત્યંત મહત્વપૂર્ણ એવી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં આજે મતદાન સમયે પીરઝાદા પેનલમાંથી ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસી અગ્રણીઓ હાજર રહ્યા હતા જ્યારે સામાપક્ષે સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા, સહકારી આગેવાન મગનભાઈ વડાવીયા, જીલ્લા ભાજપ પ્રમુખ દીર્લભજીભાઈ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને પોતપોતાની જીતના દાવા કર્યા હતા….

યાર્ડની કુલ 15 બેઠકો માટે મતદાન…

આજે યાર્ડની કુલ 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં ખેડૂત વિભાગની કુલ 10 બેઠક માટે 21 ઉમેદવાર, વેપારી વિભાગની 4 બેઠક માટે 5 ઉમેદવાર અને સંઘની એક બેઠક માટે બે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોય જેની માટે મતદાન ચાલી રહ્યું છે…

ચક્રવાત ચુંટણી આંકલન : વેપારી વિભાગની 4 અને સંઘની 1 બેઠક પર પીરઝાદા પેનલનું પ્રભુત્વ રહેશે, જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠકમાં બંને પક્ષો વચ્ચે ભારે રસાકસી રહેશે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની 15 બેઠકો માટે હાલ ચાલી રહેલા મતદાનમાં ચક્રવાત ચુંટણી આંકલન મુજબ યાર્ડમાં વેપારી વિભાગની 4 બેઠકો પર પીરઝાદા પ્રેરીત પેનલનું પ્રભુત્વ હોવાનું તેમજ સંઘની એક બેઠકમાં પણ પીરઝાદા પેનલનું પ્રભુત્વ હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે વેપારી વિભાગમાં ભાજપને પુરતાં ઉમેદવાર પણ મળ્યા ન હતાં જ્યારે સંઘમાં હાલ પીરઝાદા પેનલનું શાસન હોય જેથી હાલ આ પાંચ બેઠકો પર પીરઝાદા પેનલનું પ્રભુત્વ દેખાય રહ્યું છે. આવી જ રીતે ખેડૂત વિભાગની 10 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પેનલ વચ્ચે ભારે રસાકસી દેખાય રહી છે. જેમાં આ ખેડૂત વિભાગની 10 બેઠક પર જે પક્ષનો હાથ ઉપર રહેશે તેનું શાસન વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રહેશે તેવું ચુંટણી મંડાઇ રહ્યુ છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I

error: Content is protected !!