છેલ્લા ૨૫ વર્ષથી દરરોજના સરેરાશ ૧૧૨૭ ગૌવંશ નિભાવતા વાંકાનેર પાંજરાપોળના દ્વારા વાંકાનેર શહેરની જૈન ભોજનશાળા ખાતે શનિવારના રોજ ગૌસેવકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ગૌસેવકો સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા..

આ ગૌ સેવકોના સન્માન કાર્યક્રમમાં ૨૩૭૯ મણ લીલી જુવારનો પાક ધનશ્યામસિંહ ઝાલા, પોતાના પુત્રના લગ્નપ્રસંગના ચાંદલાની રૂા.૭૩૫૦૦/- ૨કમ પણ પાંજરાપોળને અર્પણ કરી દીધી તે બદલ શાલ ઓઢાડી સન્માન કરવા
સાથે કડવા પાટીદાર યુવાનોએ ફટાકડા વેચાણનો રૂા. ૨,૫૦,૦૦૦/- નો નફો તથા દર વર્ષે જીવદયા
ફંડમાંથી માતબર રકમ ફાળવતા જૈન દેરાસરે રૂા.૧,૫૧,૦૦૦/- અર્પણ કર્યા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું…

આ તકે પ્રમુખશ્રી લલિતભાઇ મહેતાએ જણાવ્યું હતું કે એક ગાયનો નિભાવ ખર્ચ ૧ વર્ષના રૂા. ૩૬,૦૦૦/- જેટલો થાય છે. આ ગાય દુધ આપતી હોય તો વર્ષે રૂા. ૧.૫ લાખનું દુધ આપે – દુધ ન આપતી ગાય પણ ગૌ મુત્ર અને છાણમાંથી બનતું ખાતર ગણતાં વર્ષે રૂા. ૨૭ થી ૪૦ હજારનું વળતર આપે છે. વળી આ છાણીયુ ખાતર ખેતી પાકોને ફળફળાદી શાકભાજીને વધુ પોષક અને  જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે તેથી રાસાયણિક ખાતર, જતુનાશક દવાઓના ખેતીમાં વપરાશથી પાકતા અનાજ, ફળ, શાકની ઝેરી અસરોથી માનવ સ્વાથ્ય તો જોખમાય જ છે પરંતુ દેશ દર વર્ષે  રૂા. ૧૮ લાખ કરોડ જેવી રકમ ડોકટરો, દવાખાના અને દવાઓ પાછળ ખર્ચે છે તેમાં મોટી બચત  કરી શકાય તેમ છે.

આ પાંજરાપોળની વાડીમાં ૧૫૦ વીઘા જમીનમાં લીલો ઘાસચારો, જુવાર, મકાઇ, Co2 ધાસ, અદબ, રજકો વાવી પશુધનને નીરણ નખાય છે તેમ જ દેશી ખાતર માટે ગૌમૂત્ર અને
છાણનો ઉપયોગ થાય છે. ગુજરાત અને દેશમાંથી કતલખાનાને બંધ કરવા પડે, પશુધનની કતલ  અટકે તે માટે રાજય સરકારો અને ભારત સરકારે નીતિ-વહીવટી સરળતા અને પ્રોત્સાહક પગલાં લેવા અનિવાર્ય છે…

આ પાંજરાપોળને દર વર્ષે વિવિધ સંસ્થાઓ, જૈન દેરાસરો, ગૌ પ્રેમી નાગરિકો તથા છૂટક વેપાર, લારી ગલ્લા ચલાવતા નાગરિકને દાનપેટીમાં નાની નાની રકમ નાખી રૂા.૧.૫ કરોડ આસપાસ ભંડોળ એકત્ર કરવા મદદ કરે છે તેમ સેક્રેટરીશ્રી કેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ અને સામાજીક સેવાના ભેખધારી શ્રી પ્રજ્ઞેશ પટેલે મોરબી-ટુવાના કેટલાક સીરેમીક માલિકો, ફાયરબ્રીકસ ઉત્પાદકો તથા ગૌવંશ પ્રેમી નાગરિકોના દાનનો પ્રવાહ આવકારી સૌનું શાબ્દિક સન્માન કર્યુ તેમજ મકરસંક્રાંતિએ રાજકોટમાં ૨૦, વાંકાનેરમાં ૧૧ અને સુરેન્દ્રનગર જામનગરમાં મંડપ નાંખી યુવાનો દાનપેટીઓ સાથે હાજર રહે તેમાં સૌ ઉદારતાપૂર્વક દાન આપે તેવો અનુરોધ કર્યો હતો…

શ્રી અમરશીભાઇ મઢવીએ પોતાની આગવી શૈલીમાં ૧૬૯ વર્ષથી ચાલતી આ પાંજરાપોળની ચડતી-પડતી વર્ણવી. પાંજરાપોળના જીવદયા-પશુરક્ષા, પંખીઓને ચણ, કુતરાઓને રોટલા નિયમિત અપાય છે તેની વિગતો આપી હતી, તેમજ ફેસબુકમાં શુભપ્રસંગો જન્મદિનની વિગતો મુકી રૂા.૧૧૧૧/- ના દાનની યોજના જાહેર કરી હતી…

જૈનસંધના પ્રમુખ પ્રવિણભાઇ દોશી, સેક્રેટરી રાજુભાઇ મહેતા, કડવા પાટીદાર અગ્રણી દીપકભાઇ રૈયાણી, સુરેશભાઇ પટેલ, મણીભાઇ પટેલ, સુરેશભાઇ પ્રજાપતિ, બાપા સીતારામ
યુવક મંડળ, તળપદા કોળી યુવક મંડળ, ખોડીયાર ગ્રુપ મીલપ્લોટ, વાસુકી મંડળ નવાપરા, પૂજાપાન ગ્રુપના ૧૧૨ ગૌ સેવકોનો આ સન્માન કાર્યક્રમ પાંજરાપોળના મેનેજર અજય આચાર્યના આભાર દર્શન સાથે પુરો થયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I

 

error: Content is protected !!