આગામી અઠવાડિયામાં સ્વાતંત્ર્ય પર્વ, સાતમ-આઠમ, જન્માષ્ટમી, લોકમેળા સહિતના તહેવારો આવતા હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા યાર્ડમાં તહેવારો નિમિત્તે આઠ દિવસની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે…
આવતી કાલ તા.14મી ઓગસ્ટે રવિવાર હોય, 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ પર્વ હોય અને તા.16 ઓગષ્ટ થી 20 ઓગષ્ટ સુધી જન્માષ્ટમી પર્વ નિમિત્તે જાહેર રજાઓ આવતી હોય તથા તા.21 ઓગષ્ટે રવિવાર હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલ તા. 14 ઓગસ્ટથી તા. 21 ઓગસ્ટ રવિવાર સુધી આઠ દિવસ યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં પોતાના માલ લાવવાનો રહેશે નહીં.
તા. 21 ઓગસ્ટે યાર્ડમાં રજા પુરી થયા બાદ તા. 22 ઓગસ્ટ સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે, જેથી આ બાબતની તમામ ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારી મિત્રોએ નોંધ લેવી તેવું યાર્ડના સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl