વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી…
વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વાંકાનેર વિસ્તારમાં લમ્પી વાયરસનાં કારણે મૃત્યુ પામેલ ગૌધન અંગે સર્વે કરી બાબતે તાત્કાલિક પશુપાલકોને યોગ્ય સહાય ચૂકવવા માંગ કરવામાં આવી છે…
બાબતે આબીદ ગઢવારાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે, સમગ્ર વાંકાનેર વિસ્તારમાં લમ્પી વાયરસનાં કારણે ઘણીબધી ગાયોના મોત થયા છે, જેના કારણે પશુપાલકોને મોટા પ્રમાણમાં નુકસાની થયેલ હોય, જેથી આ બાબતે તાત્કાલિક સરકાર દ્વારા સમગ્ર વાંકાનેર વિસ્તારમાં સર્વે કરી મૃત્યુ પામેલા ગાયોના પશુપાલકોને તાત્કાલિક સહાય ચુકવી તેમના પર આવેલ આ મુસીબતમાં સહકાર આપવા માંગ કરવામાં આવી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl