બિહારના વતની પરપ્રાંતીય નકલી ડોક્ટરને રૂ. 52,844ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર ડીગ્રી વગર દવાખાનું ખોલી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા એક બિહારના નકલી ડોક્ટરને વાંકાનેર પોલીસ પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર રોસા સિરામિકની સામે કોઈપણ પ્રકારની ડીગ્રી વગર એક શખ્સ દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરી માનવ આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી બિહારના વતની પરપ્રાંતીય નકલી ડોક્ટર સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તાને ઝડપી લીધો હતો….

બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા પીએચસીના મેડિકલ ઓફિસર ધવલ નવિનચંદ્ર રાઠોડની ફરિયાદને આધારે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા નકલી ડોક્ટર સુરેંન્દ્રકુમાર રામનરેશપ્રસાદ ગુપ્તા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૩૬ તથા મેડીકલ પ્રેકટીશનર એકટ ૩૦, ૩૩ મુજબ ગુન્હો નોંધી એલોપેથીક દવા તેમજ અન્ય સાધનો સહિત કુલ રૂ. 52,844નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!