વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં બે અલગ અલગ સ્થળોએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 15 પત્તાપ્રેમીઓને રંગેહાથ જુગાર રમતા ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બાબતે પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા નવાપરા જીઆઇડીસી વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૧). યશભાઈ વિવેકભાઈ મારૂ, ૨). યશ પ્રકાશભાઈ બારભાયા, ૩). દિપાભાઈ રમેશભાઈ દાદલ, ૪). લાલાભાઇ વજેરામભાઈ મઢવી, ૫). નિકુંજ સંજયભાઈ સોઢા, ૬). અજીજભાઈ મુસ્તુફાભાઈ સરાવાળા, ૭). ઋષિભાઈ વિનેશભાઈ જોબનપુત્ર, ૮). બુરહાનભાઈ અને ૯). ઓમભાઈ વિવેકભાઈ મારૂને રોકડ રકમ રૂ. 13,750 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરાના ધર્મનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 1). વશરામભાઇ નાજાભાઈ દેગડા, 2). ભાવેશભાઈ દિનેશભાઇ મકવાણા, 3). મંગલભાઈ રાજુભાઈ ગાંગડ, 4). શૈલેષભાઈ જેસાભાઈ કોબેયા,‌ 5). મયુરભાઈ મગનભાઈ સોલંકી અને 6). સુરેશભાઈ વશરામભાઈ દેગડાને રોકડ રકમ રૂ. 7,500 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm

 

error: Content is protected !!