વાંકાનેર ખાતે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદનો ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સન્માન સમારોહ યોજાયો….

0

વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં ગઈકાલે જ્યોતિ સિરામિક ખાતે તેમનો ભવ્યાતિભવ્ય સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સમાજ-સંગઠનના હોદ્દેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહી નવનિયુક્ત સાંસદને સન્માનિત કર્યા હતા….

આ સન્માન સમારોહમાં પ્રજાવત્સલ રાજવી કેશરીદેવસિંહ ઝાલાને સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ફુલ-હાર તથા શાલ ઓઢાડી સન્માન કરી અને તલવારની ભેટ આપવામાં આવી હતી. આ સાથે જ મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા આગામી દિવસોમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ સાધી સતત જનહિતના કાર્યો કરતા રહે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm