રસીકગઢ ગામના બોર્ડ પાસે સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું મોત….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર રસીકગઢ ગામના બોર્ડ પાસેથી પસાર થતા એક એક્ટિવા બાઇક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ ઉર્ફે સચિન નાનજીભાઈ જીંજવાડિયા નામનો 25 વર્ષીય યુવાન તેના મિત્રનું એક્ટિવા બાઇક લઇને ગારીયા ગામ તરફ જઇ રહ્યો હોય, ત્યારે રસીકગઢ ગામના બોર્ડ પાસે કોઈ અજાણ્યા વાહન પાછળ તેનું બાઇક ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાન ભરતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm