વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે પ્રાથમિક શાળાનાં નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું….

0

વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે પ્રાથમિક શાળાના નાવા બિલ્ડિંગ માટે પ્રોજેકટ “લાઈફ” દ્વારા સહયોગ પુરો પાડવામાં આવતા, આજરોજ નવા બિલ્ડીંગ માટે પ્રોજેક્ટના ટ્રસ્ટીઓ અને સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ….

બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે આજરોજ પ્રોજેક્ટ “લાઈફ” ના સહયોગથી નિર્માણ પામનાર શ્રી જયંતીભાઈ જેઠાલાલ દોશી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું પ્રોજેક્ટના ટ્રસ્ટીઓ અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આ તકે ગ્રામજનો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ડીજે સાથે વરઘોડો કાઢી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bu8HbEUcia5CFzdZL271Lm