વાંકાનેર માર્કેટિંગ યાર્ડની કુલ 15 બેઠકો માટે આજે મતગણતરી યોજાઇ હતી જેમાં વેપારી વિભાગની ચારે ચાર બેઠક અને સંઘની એક બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પીરઝાદા પેનલના ઉમેદવારનો વિજય થયો હતો આવી જ રીતે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે પણ મતગણતરી પૂર્ણ કરવામાં આવી છે પરંતુ તેમાં હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ હોય જેથી 31 મતોને પેન્ડિંગ રાખી ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવેલ નથી જેના પરિણામ હાઈકોર્ટમાં આગામી તા. 18 ના રોજ આદેશ બાદ નિર્ણય કરવામાં આવશે…
ભારે રસાકસી વચ્ચે યોજાયેલી વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તમામ તાકાત લગાવવામાં આવી હતી જેમાં આજે પરિણામના દિવસે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ભારે રસાકસી જોવા મળી હતી. આજે મતગણતરી પૂર્ણ થયા બાદ પણ ખેડૂત વિભાગની દસ બેઠેકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી,
કારણ કે જુદી જુદી ત્રણ મંડળીઓમાં અલગ અલગ કારણો સર હાઇકોર્ટની પીટીશન બાદ કુલ 31 મતોને અનામત રાખવામાં આવેલા છે જેમાં આગામી તા 18 ના રોજ હાઇકોર્ટ હિયરીંગ બાદ નામદાર કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે બાદ ચુંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે…
હાલની ગણતરી મુજબ કોંગ્રેસના આઠ અને ભાજપના બે ઉમેદવારો આગળ…
ખેડૂત વિભાગમાં કુલ થયેલ 654 ના મતદાનમાથી આજે 623 મતોની ગણતરી પુરી કરવામાં આવી છે જેમાં કોંગ્રેસના આઠ અને બે ભાજપના ઉમેદવાર આગળ રહ્યા છે, સાથે જ હવે નામદાર કોર્ટના 31 મતો માટે અંતિમ નિર્ણય બાદ જ ખરેખર ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે કે વાંકાનેર યાર્ડમાં કોન સત્તાનું સુકાન સંભાળશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq