વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ખેડૂતોના હિતમાં રજુઆત કરી….
વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે કે કોરોના કારણે છેલ્લા 40 દિવસથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ છે, જેના કારણે ખેડૂતોને પોતાનો માલ બહાર વેપારીઓને સસ્તામાં વેચવો પડે છે જેથી ઘણાં ખેડૂતો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે, જેમાં ચોમાસું નજીક હોય નવા પાકનાં વાવેતર માટે ખેડૂતોને ખાતર, દવા, બિયારણ ખરીદવા તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય,
જેથી તાત્કાલિક ધોરણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પુનઃ કાર્યરત કરવામાં આવે તથા તાજેતરમાં આવેલા આવેલ તૌકતે વાવાઝોડાના કારણે વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં જુવાર, બાજરી, તલ, મગ, અડદ, લીલો ઘાસચારો, ડુંગળી સહિતના પાકોમાં મોટાપાયે નુકસાન તથા મોટા ભાગનો પાક ફેલ થયેલ છે જેથી આ બાબતે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા માંગ કરવામાં આવી છે….
આ સાથે જ વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલએહમદ પીરઝાદા દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પુનઃ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે અને આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નગરપાલિકા વિસ્તારની બહાર ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર આવેલ હોય જેથી અહીં યાર્ડ મેનેજમેન્ટ દ્વારા પોલીસની મદદથી સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડ લાઈનના પાલનની જવાબદારી સાથે અને બહુમત ખેડૂતોની માંગને અનુસંધાને યાર્ડ પુનઃ શરૂ કરવા માંગ કરવામાં આવી છે….
આ સાથે યાર્ડના ચેરમેન દ્વારા બંને રજુઆતોની નકલ રૂબરૂ મોરબી જિલ્લા કલેક્ટશ્રીને આપી બાબતે તાત્કાલિક ઘટતા પગલાં ભરવા માંગ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f