વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગામમાં લોકોને સાબદા કરાયા, અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતરીત કરી તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઇ….
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના સરપંચ તેમજ ગામના સામાજિક આગેવાનો દ્વારા તૌકતે વાવાઝોડા દરમ્યાન સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ મુમતાજબેન શેરસીયા, સામાજિક આગેવાન હુશેનભાઇ શેરશીયા સહીત ગામના હિન્દુ-મુસ્લિમ આગેવાનો દ્વારા તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે ગામના નાગરિકોને સાવચેત કરવા,
લોકોને નદી-નાળા-હોકળાની આસપાસ પસાર ન થવા, તેમજ સલામત સ્થળે રહેવાની જાહેરાત કરી અને ગામના અસુરક્ષિત નાગરિકોને તાત્કાલિક સલામત સ્થળે સ્થળાંતરીત કરી ગામની સરકારી પ્રાથમિક શાળામાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f