વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રોડ પરથી પસાર થતાં એક ડબલ સવાર બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકનું વ્હીલ એક યુવાનના માથા પર ફરી જતાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બીજા એક યુવાનને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૭ના રોજ સાંજના સાડા છ વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી બે યુવાનો બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ટ્રક ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર પ્રમોદસિંગ નામના યુવાનના માથા પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતુ….
આ બનાવમાં બાઇક પર બેઠેલ અન્ય મહેશ શર્મા નામના યુવાનને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f