વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ચોર ખાનું બનાવી કુલ 148 બોટલ વિદેશી દારૂની હેરાફેરી કરતા પિતા-પુત્રને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કુલ રૂ. 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડાને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક નંબર GJ 14 Z 6800 રાજકોટ તરફ આવનાર હોય જેમાં ચોર ખાનું બનાવી તેમા વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે,
જેના એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા બાતમી વાળા ટ્રક રોકી તલાસી લેતા ટ્રકમાં બનાવવામાં આવેલ ચોર ખાનામાંથી 148 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપી ગીરીશભાઇ રાજાભાઇ ઓડીયા અને નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીયા (રહે. બંને અમૃતપાર્ક શેરી નં-4, તીરૂપતી પાર્ક પાસે, ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
પોલીસે આ બનાવમાં ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ 90, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-20, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10, ડી.એસ.પી. બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10, રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 અને બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-8 સહિત કુલ 148 નંગ વિદેશી દારૂ(કિંમત રૂ. 2,44,500) તેમજ ટ્રકમાંથી વેસ્ટ કોટનની ગાંસડીઓ નંગ-72 (કિંમત રૂ. 7,52,728), ટ્રક, મોબાઇલ, અને રોકડ રકમ સહિત કુલ રૂ. 15,12,228નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઇ ડી. એમ. ઢોલ, પીએસઆઇ કે. જે. ચૌહાણ, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC