વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ શૈક્ષણીક કાર્યમાં કોળી સમાજની વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને નાગરિકો જોડાય તેવી કોળી કેરિયર એકેડેમી દ્વારા અપીલ કરવામાં આવી છે….

આ સન્માન સમારોહમાં વર્ષ 2023 માં કોઈપણ શૈક્ષણિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ મુજબ સન્માનિત કરવામાં આવશે, તેમજ વર્ષ 2021થી સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા નવનિયુક્ત કર્મચારીને પણ સન્માનિત કરવામાં આવશે. જેથી યોગ્ય લાયકાત ધરાવતા કોળી સમાજના અરજદારોએ આગામી તા. 21/06/2023 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ જેની પાછળ પોતાનું નામ, સરનામું મોબાઇલ નંબર જોડી વિગત નીચેના સરનામે પહોંચાડવાની રહેશે.

• ફોર્મ ભરવાનું સ્થળ •

ડી એન્ડ ડિજિટલ
નેશનલ હાઈવે, જકાતનાકા પાસે, પેટ્રોલ પંપની બાજુમાં, કિસ્મત કોમ્પલેક્ષ, પહેલા માળે, વાંકાનેર

મો. 8160159964 / 9998432419

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!