વાંકાનેરથી ખરીદી કરી પરત જતા એમ.પી.ના વતની ત્રણેય યુવાનોને રસ્તામાં કાળ ભેટ્યો….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ગતરાત્રીના ઝાંઝર સિનેમા સામે એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં. જે બનાવમાં એમ.પી.ના વતની યુવાનોના મોત નીપજાવનાર ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસે ગુનો‌ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાકેશ ભવરસિંગ મેળાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો ભાઈ ૧). અંકિતભાઈ ભવરસિંગ મેળા (ઉ.વ. ૨૧, રહે. હાલ વેરોના સિરામીક, બંધુનગર, મુળ રહે. લેડગાઉ, એમ.પી.), ૨). અનીલ રમેશભાઈ રાવત(ઉ.વ‌. ૪૧, મૂળ રહે. ચચરીયા, એમ.પી.) અને ૩).સુભાષ તેરસિંગભાઈ ડાવર (ઉ.વ. ૨૭, રહે.‌ફળીયા અજના, તા. સંધવા, જી. બડવાની, એમ.પી.) ગઇકાલે સાંજના છ વાગ્યે વાંકાનેર ખરીદી કરી બાઇક નં. GJ 36 E 0872 લઇને પરત કારખાને આવી રહ્યા હોય,

ત્યારે ઝાંઝર સિનેમા સામે હાઈવે પર પસાર થતા ટ્રક નં. GJ 12 X 3945 ના ચાલકે બેદરકારી દાખવતા ટ્રક બ્રિજના ઢાળ પરથી પાછો પડ્યો હતો, જેમાં પાછળ બાઇક લઇને આવતા ત્રિપલ સવારી બાઇક ટ્રકના વ્હિલમાં આવી જતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતાં, જે બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મુકી નાસી ગયો હતો. જેથી આ બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…‌‌

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!