વાંકાનેર શહેર નજીક આવેલ ભુતનાથ મંદિર પાસે રહેતા એક યુવાન પાસે જઈ આરોપીઓએ ફટાકડાની માંગણી કરી કરતાં યુવાનએ ફટાકડા આપવાની ના પાડતાં આરોપીઓએ યુવાનને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઉશ્કેરાઈ જઈ છરી વડે યુવાનને પેટના ભાગે ઈજા કરી હતી, જેમાં યુવાનનું મોત થયું હતું, જેથી આ ગુનામાં પોલીસે ચાર આરોપીઓને પકડી, આ કેસ મો૨બી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૯/૧૧/૨૦૧૮ ના રોજ વાંકાનેરના ભુતનાથ મંદિર પાસે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી, જે બનાવ મામલે પોલીસે આરોપીઓ મોસીન હાજીભાઈ આજાબ, આસીફ ઉર્ફે હુસેન ગુલમામદભાઈ સામતાણી, ઈનાયત ઉર્ફે ઈલુ કાદરભાઈ હઠીયત અને મુનાભાઈ મહમદભાઈ શેરસીયાની ધ૨પકડ કરી હતી. જે કેસ મો૨બી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા અને વિવેક કે. વરસડા રોકાયેલ હતા તેમણે કોર્ટેમાં વિવિધ ચુકાદાઓ સાથે દલીલ કરેલ હોય ત્યાર બાદ બંને પક્ષની દલીલને ધ્યાને લઈને ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!