ગઇકાલના રોજ વાંકાનેર નગરપાલિકા ખાતે નવનિયુક્ત થયેલ ચિફ ઓફિસ ગીરીશ સરૈયા દ્વારા નગરપાલિકામાં ચાર્જ સંભાળતા તેમની વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરી વાંકાનેર શહેરના પડતર પાણી, લાઇટ અને સફાઇ સહિતના મુદ્દે ચર્ચા કરી તાત્કાલિક આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેથી બાબતે વાંકાનેર શહેરના વિકાસને વધુ ઝડપી બનાવવા ચીફ ઓફિસર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી….

આ તકે ભાજપ સંગઠન સભ્યો દ્વારા નવનિયુક્ત ચિફ ઓફિસરનું ફુલ હાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા, વાંકાનેર શહેર ભાજપ સંગઠન મહામંત્રી કે. ડી. ઝાલા, ઉપપ્રમુખ અમિતભાઈ શાહ, કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, શહેર મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા પી. ઝાલા, અનુ.જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહામંત્રી અરૂણભાઇ મહાલીયા, યુવા મોરચા મહામંત્રી નિતેશભાઈ પાટડીયા, નગરપાલીકા પુર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા, ગજેન્દ્રસિંહ રાઠોડ, શૈલેષભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!